સેવા પરાયણ નિર્વાણ સ્વરૂપ
પૂ.મહંત શ્રી મોહનબાપુ ગુરુશ્રી માધાબાપુ
પૂ.મોહનબાપુ બગસરાની જગ્યાના ગાદીપતિ બન્યા પછી તેમને પૂ.માધાબાપુની સમાધિ પર ચરણપાદુકા પધરાવી ભવ્ય સંત મેળો કરી ભંડારો કર્યો, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આવનાર સંતોની ખરાદિલથી સેવા કરી જગ્યાની પરંપરા ને જાળવી તેનું કાળજીથી જતન કર્યું. સમય પરિવર્તન નાં કારણે જગ્યાના નીભાવ માટે પણ મુશ્કેલીઓ ઉભી થતી ગઈ.. ખુબ ઉદાર દિલ … જગ્યામાં ફરીથી હરિહર ટુકડો ચાલુ કરવાની તેમની નેકઝંખના અધૂરી રહી ગઈ… સમય થતા પૂ.મોહનબાપુએ પોતાના મોટા પુત્ર પૂ.જેરામબાપુને ગાદી સોંપી બે મહિના અગાઉ જણાવ્યા મુજબ ઈ.સ. તા.10/12/1985 ના રોજ બ્રમ્હલીન થયા.