પૂ.જાદવબાપુના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી
સંત પૂ.મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ

પૂ.મહંત શ્રી માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. તેઓ પૂ.કલ્યાણબાપુના વરદ હસ્તે દીક્ષિત થઈ આ જગ્યાની પ્રણાલિકા સંભાળે છે. અને પૂ.જાદવબાપુએ બનાવેલ દેશી નળિયાંવાળા દેવળનો જીણોદ્ધાર કરી નવેસરથી હાલનું શિખર બંધ પાકું દેવળ વિ.સં. 2027 માં બંધાવ્યું .

પૂ.માધાબાપુ રામાયણના અનન્ય ઉપાસક હતા. બગસરા દ.શ્રી નાનારામવાળા તેમના અનન્ય સેવક હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર વાલેરાવાળાએ પૂ.માધાબાપુને ઉત્તર ભારતના તીર્થ સ્થળોની યાત્રા કરાવી હતી.

પૂ.માધાબાપુએ પૂર્વજોની ભવ્ય પરંપરાને ઉજાગર કરી આ મહામુલા વારસાનું જતન કર્યું. ગાયો તેમજ દિન-દુઃખીયાઓની સેવા કરીને પોતાના જીવન ને ચરીતાર્થ કરી બતાવ્યું.

પૂ.માધાબાપુને બે સંતાનો હતા. એક દીકરી ઉજીબેન અને એક પુત્રમોહન બાપુ આ દિવ્ય વિભૂતિએ પોતાનો સમય પૂરો થતા પૂ,માધાબાપુએ અગાઉથી પરિવાર અને સેવકોને પોતાનો સ્વધામ જવાનો નિયત સમય ઈ.સ.તા.2/1/1980 ના રોજ જણાવી અને પુત્ર પૂ. મોહનબાપુને તિલક આપી પોતાની ઈચ્છા મુજબ બ્રમ્હલીન થયા.