

અહીંના સુપ્રસિદ્ધ આપાગીગા ગાદી મંદિરમાં પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુ પૂર્ણિમાનું દિવ્ય મહત્વ

વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિમાઓમાંથી, આ જ પૂર્ણીમા કે પૂનમને કેમ ગુરુને સમર્પિત કરવામાં આવી છે, શા માટે ગુરુપૂર્ણીમાં ઉજવવામાં આવે છે? મૂળભૂત રીતે, સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાંના જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે. વર્ષ દરમિયાન અમુક દિવસમાં, આપણા સાઘુ સંતોને અમુક ક્ષણે જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે, તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે, અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપ રૂપી ઝાડ પર જ્ઞાનના ફુલો સરળતાથી ખીલે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણશક્તિ પેદા થાય છે, અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીયે છીએ.
પરંપરાગત રીતે, આ સમયનો લોકો શક્ય હોય એટલો ઉપયોગ કરતા. સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનારા લોકો પૂર્ણીમાની રાત્રી ગુરુના સાનિધ્યામાં વિતાવતા. આખી રાત, ક્યાં ધ્યાન, તો ક્યાંક ભજન, તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા.
ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણશક્તિ પેદા થાય છે, અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીયે છીએ.

ગુરુ પૂર્ણિમા: તમારી ગ્રહણક્ષમતા વધારે છે
“હું શું કરું?” કાયમ આ પ્રશ્ન ઉદભવતો હોય છે. જો તમે એમ વિચારતા હોવ કે, તમે કશું જ નથી કરી શકતા તો, તમારામાં કઈંક અભાવ છે. તે અભવાને દૂર કરવા અને ગ્રહણક્ષમતાને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાધના કાયમ એવી રીતે તૈયાર કરવામાં આવે છે, કે જેનાથી તમે તમારા જીવનની દૈનિક ક્રિયા-પ્રક્રિયાઓ ભૂલી જાવ. જેમાં, તમે કોણ છો, શું છો અને તમારું જીવન શું છે. આ બધું ભૂલી તમે વર્તમાનમાં જીવવા લાગો. હાલ શું થઈ રહ્યું છે, તેનો જ ખ્યાલ રહે. બસ આ જ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
