બગસરામાં પૂ.શ્રી આપાગીગા ગાદી મંદિરમાં અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી
અહીની સુપ્રસિધ્ધ પૂ. શ્રી આપાગીગાના ગાદી મંદિરની પ્રાચીન પરંપરા અનુસાર સંતોએ પ્રસ્થાપિત કરેલ વિધિ મુજબ તા.20-06-2023 ને મંગળવારના રોજ અષાઢી બીજના ભાગરૂપે સવારે 7: 00 કલાકે મંગળા આરતી, શ્રી હનુમાન ચાલીશાના પાઠ, હોમાત્મક યજ્ઞ બાદ પૂજય આપાગીગા ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઇ પરિવાર તથા પ્રજાપતિ પરિવાર વતી લલીતભાઇ કેશુભાઇ માળવી (મેઘાણી હાઇસ્કુલ પાછળ-બગસરા)ના નિવાસસ્થાનેથી ધજાનું સામૈયુ(શોભાયાત્રા) વાજતે ગાજતે પૂ. આપાગીગાના ગાદી મંદિરમાં સવારે 10:00 કલાકે આવશે. જગ્યાના પ્રર્વતમાન મહંતશ્રી પૂ. જેરામબાપુના વરદ હસ્તે ગાદી મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ બહુમૂલ્ય પ્રસાદી વસ્તુ પૂ.શ્રી આપાગીગાના કપડા, માળા, બેરખો, કેશ (વાળ), લાકડી તેમજ પૂરોગામી સંતોની પ્રસાદીની વસ્તુઓને પૂજન, ધૂપ, અને નિવેદ ધરાશે. સાંજના મહા આરતીના દર્શન થશે.
સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ભાવભેર ઉજવણી
આ મહોત્સવમાં બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો તેમજ ગાદી મંદિરના સેવક પરિવારને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અને ધર્મ લાભ તેમજ સાંજના મહાપ્રસાદનો લાભ લેવા પધારવા પૂ. મહંતશ્રી જેરામબાપુ જાહેર આમંત્રણ આપે છે. આ મહોત્સવને સફળ બનાવવા શ્રી ગીગેવ ગ્રુપ તેમજ શ્રી ગીગેવ રાસ મંડળના સભ્યો તેમજ જગ્યાના કોઠારીશ્રી હરીબાપુ જહેમત ઉઠાવી રહેલ છે.
મહંતશ્રી પૂ. જેરામબાપુના વરદ હસ્તે ગાદી મંદિરમાં ધ્વજા રોહણ