બગસરા જગ્યા ના અનુગામી તેજોમય સંત પૂ.મહંતશ્રી કલ્યાણબાપુ ગુરુશ્રી જાદવબાપુ

પૂ.કલ્યાણબાપુ બગસરા જગ્યાના ગાદીપતિ વિ.સં.1969   બન્યા પછી તેમને પરંપરા મુજબ જગ્યાનું જતન કર્યું. હરિહર ટુકડો ચાલુ રાખ્યો અને આ વિરલ પ્રતાપી સંતે અસંખ્ય પરચાઓ આપ્યા.

એકવાર નાના આંકડિયાના કલ્યાણજીભાઇ ગોરે પૂ.કલ્યાણબાપુને કહયું બાપુ બંને પગે ખરજવું થયું છે. મટતું નથી અરે એમાંશુ ?દેવળનાંદીવાના કોડિયામાંથી હમણા જ એરંડિયું ચોપડી દો .. અત્યારે જ મટી જશે.. કલ્યાણજીભાઇએ ઘણા વૈદ્યહકીમો પાસે દવા કરાવેલી છતાં ફેર પડયો નહોતો… આ વા સાદાઉપાયથી ખરજવું મટે ખરું ?  એવો સંશય થયો … છતાં પૂ. કલ્યાણબાપુનું મન રાખવા એક પગે એરંડિયું ચોપડીયું થોડીજ વારમાં ખરજવું મટી ગયું અને પસ્તાવો થતા ..ઉભા થઈને બીજે પગે એરંડિયું ચોપડવા ગયા ત્યારે પૂ.કલ્યાણબાપુએ કહ્યું ગોરબાપા હવે ટાણું ચુકી ગયા. તમે ભરોસો રાખીને બને પગે ઓરડિયું ચોપડીયું હોત તો બને પગે મટી જાત ..

પૂ.આપાગીગાની જગ્યાના મહંતશ્રી ના વચન ઉપર તુરંત અમલકરનાર કોઈ માનવી કયારેક નિરાશ થયો નથી…

પૂ.કલ્યાણબાપુએ સમય થતા જાદવબાપુ ના નાના દીકરી દેવલબેન ના પુત્ર પૂ.માધાબાપુમાં રહેલ દિવ્ય તેજ અને આ અલોકિક આત્માને ઓળખી પૂ.માધાબાપુને બગસરાની ગાદીસોંપી પૂ.કલ્યાણબાપુ નો સમય પૂરો થતા જ બગસરા જગ્યામાં જબ્રમ્હલી ન થયા.  આમ, માધાબાપુ ભાણેજ વારસે આ જગ્યાના ગાદીપતિ બન્યા..