Apagiga Gadi Mandir

About Us

Welcome to Apagiga Gadi Mandir

At Apagiga Mandir, we strive to provide a serene and peaceful environment for individuals to connect with their spiritual selves. Our temple offers a variety of services, including daily prayers, special events, and religious ceremonies. Our knowledgeable priests are available to guide you through the spiritual practices of our faith, answer any questions you may have, and provide guidance on leading a fulfilling and meaningful life. In addition to our religious services, we also offer various educational programs and cultural events that highlight the diversity and richness of our community. 

પૂ.જાદવબાપુના ભાણેજ એક રામાયણી અને તેજસ્વી સંત
પૂ.મહંતશ્રી માધાબાપુ ગુરુશ્રી કલ્યાણબાપુ

પૂ.મહંતશ્રી જેરામબાપુ બગસરા જગ્યાના ગાદીપતિ બન્યા બાદ પૂ.મોહનબાપુની અદમ્ય અંતિમ ઝંખના પુરી કરવા ઈ.સ.તા.26/5/1996 ના રોજ સૌરાષ્ટ્રના સંતો – મહંતો,  જગ્યાના અનુયાયીઓ અને હજારો માણસોની હાજરીમાં  ” હરિહર ”  ટુકડાનો શુભારંભ કર્યો તેમજ  ” વિરલસંતઆપાગીગા ”  જેમાં સંત પૂ.શ્રીઆપાગીગાના જીવનચરિત્ર સમાઆમહાન અનમોલ પુસ્તકનું વિમોચન કર્યું.   પૂ,મહંતશ્રી જેરામબાપુ ગાદીપતિ બન્યા પછી દર સોમવારે નિર્જળા ઉપવાસ અને મૌન પાળે છે. ચેત્રી નોરતા સમયે મૌન સાથે નિર્જળા ઉપવાસ કરે છે. આવી અને કકઠોર તપસ્યા કરે છે. પૂ.બાપુ તપસ્વી સાધકની જેમ પદયાત્રા દ્વારા દ્વારકા,  તુલસીશ્યામ, વિરપુર, ચલાલા, સતાધાર, પાળીયાદ અને સોમનાથ દાદા ના દર્શને ભાવિકોને સાથે રાખી યાત્રા કરી સાધુ તાદીપાવી છે.. તેમજ જેમના દર્શન માત્ર થી જીવન ધન્ય કરતા મહાકુંભમેળો, અર્ધકુંભમેળાઓ, ચારધામયાત્રા અને બાબા અમરનાથની યાત્રાઓ કરી ઘણું પુણ્ય કમાયા છે. તો અત્યાર સુધીમાં ઈ.સ.2002 અને 2005 માં એમ બે વખત અમેરિકા જેવા દેશમાં જઈને ત્યાં પણ હિન્દૂધર્મ અને સનાતન ધર્મનો જય-જયકાર કરાવી ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા વિદેશના પ્રયાસો પણ કર્યા છે. પૂ.જેરામબાપુ એ ઈ.સ. 2005 માં બગસરા ગીગેવધામ ખાતે તા.2/5/2005 થી તા.8/5/2005 સુધી સુરતથી વક્તા પૂ.મુળદાસબાપુની વાણીમાં” રામદેવરામાયણ ” તેમજ પૂ. મોહનબાપુનો ભવ્યાતિ ભવ્ય ભંડારો અને સંતમેળો કરી સમગ્ર ભાવિકો માટે ભોજન પ્રસાદ અને સાધુ સંતોને દાન – દક્ષિણા કરવામાં આવી હતી. પૂ.મહંતશ્રીજેરામબાપુ એ પોતાના પૂ.માતૃશ્રીદૂધીમાને પૂ.બાપુના અનુજ બંધુ બાવભાઈ, ભગુભાઈ, તેમજ કોઠારી હરિબાપુને સાથે રહેવાનું કહી બગસરાથી ચારધામની યાત્રા પૂર્ણ કરાવી અને જયારે આ પવિત્ર આત્મા ઇ.સ. 2007 માં બ્રમ્હલીન થાય છે ત્યારે તેમને સમાધિ આપી માતૃશ્રીદૂધીમાં પાછળ ‘ભવ્યભંડારામહોત્સવ ‘ તા.4/4/2007 ના રોજ સ્તંભ વિધિ અને સંતમેળો કરી હજારો લોકોને પ્રસાદી લેવરાવી બગસરાની ધરતીને આ શુભ કાર્યથી પાવન કરે છે. પૂ.જેરામબાપુના સાનિધ્ય માં પૂ.આપાગીગાની જગ્યામાં અષાઢીબીજ, જન્માષ્ટમી, નવરાત્રી, નવા વર્ષે અન્નકૂટભોગ – પ્રસાદ, રામનવમી, જેવા તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને આવનાર ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂ.શ્રીઆપાગીગા ગાદી મંદિર દ્રારા કરવામાં આવતી સેવાકીય પ્રવુતિઓ જેમાં સાધુ – સંતો અને નિરાધારો તેમજ પગપાળા આવતા પદયાત્રીઓ ના સંઘ માટે બપોરે અને સાંજે હરિહર ટુકડો આપવામાં આવે છે. તેમજ ગો – સેવા, સર્વરોગ નિદાન કેમ્પ, જરૂરિયાત મંદ લોકોને સહાય, સમૂહલગ્નમાં યોગદાન અને કુદરતી આપત્તિઓ વખતે પૂ.આપાગીગા ગાદી મંદિરમાંથી સેવા અને સહયોગ આપી માનવીયગુનો અનેરાષ્ટીય મૂલ્યોને વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યા છે. હાલમાં પૂ.મહંતશ્રીજેરામબાપુ તેમના અનુજભાઈઓ બાવભાઈ, ભગુભાઈ અને કોઠારી હરિબાપુના પરિવાર સાથે જગ્યામાં જ રહી પૂ,આપાગીગા થી લઈને આજ સુધી હર – હંમેશસાધુ, સંતો – મહંતોની, દિન – દુઃખીયાઓની સેવા કરવી અને ભૂખ્યાને રોટલો આપવો એવા સંસ્કારો વારસામાં જ લઈને આ પરિવાર જાત મહેનત કરી આજ પર્યંત અજાચ કરહી પૂ.મહંતશ્રીજેરામબાપુ તેમના પરિવાર સાથે સેવાનો ધર્મ બજાવી આ ભવ્ય પરંપરાને ઉજળી કરી રહ્યા છે.

Our mission at Apagiga Mandir is to provide a platform for individuals of all backgrounds to connect with Hindu culture, spirituality, and community. Through our website, we strive to promote the values of compassion, unity, and self-awareness as taught by Hinduism. 

Mission

Our vision at Apagiga Mandir is to create a global community of individuals who share a passion for Hinduism and its teachings. Through our website, we aim to inspire, educate, and empower individuals to explore their spirituality, connect with others, and make positive contributions to the world. 

 

Vision

श्री ब्रह्माजी भगवान

श्री ब्रह्माजी भगवान का वार्षिक महोत्सव

शुभ स्थल

श्री ब्रम्हाजी मंदिर
ब्रह्मधाम – कालंद्री, जिला – कालंद्री (राज.)

विनंती एवं निमंत्रक

श्री नवपरगना राजपुरोहित समाज ब्रह्मधाम एवं ट्रस्टीगण – कालंद्री